જાહેરમાં નોનવેજ (NON VEG) અને ઈંડાની (EGGS) લારીઓ પર પ્રતિબંધ (PROHIBITION) મૂકવાની જાહેરાત કર્યા અને માત્ર 24 કલાકની અંદર જ વડોદરા (VADODARA ) મનપાએ એ પોતાનો નિર્ણય (DECISION) બદલવાની ફરજ પડી છે. મોટા પાયે કરાયેલી જાહેરાત (ADVERTISING) બાદ બીજા જ દિવસે વડોદરામાં નોનવેજ અને ઈંડાની નારીઓ હાલ પૂરતી બંધ નહીં થાય તેવી બીજી જાહેરાત કરાઇ છે.
આમ, વડોદરામાં આજથી બદલાયેલાં નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. વડોદરામાં નોનવેજ અને આમલેટની લારી બંધ કરાવવાનું મામલામાં પાલિકાએ પોતાનો નિર્ણય બદલ્યો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે , વડોદરામાં હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહીં કરાવાય.
પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તેઓએ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. લાવી પર વેચાતી ખાદ્યસામગ્રી પર હાઈજેનિક સ્થિતિ જાળવી ખૂબ જરુરી છે. ૧૦ દિવસ પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે.
સૌથી પહેલી શરુઆત રાજકોટમાં થઈ હતી..
નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવવાની શરૂઆત રંગીલા રાજકોટથી થઈ હતી. રાજકોટના મેયર પ્રદિપ ડવે જાહેરમાં નોનવેજ અને ઈંડા ની લારી ઉપર પ્રતિબંધ મૂક્યો છે.સાથે જ ગઈકાલે મોટાપાયે આ લારીઓ હટાવવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.