નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) ગ્રેચ્યુઇટી (Gratuity)ના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર ગ્રેચ્યુઇટી માટે પાંચ વર્ષની સીમાને ઘટાડીને એક વર્ષ કરવા જઈ રહી છે. તેના માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં એક સંશોધિત બિલ લઈને આવશે. જોકે, સરકારે ગ્રેચ્યુઇટીની સીમા પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવા વિશે કોઈ અધિકૃત જાહેરાત નથી કરી. એ વાતની પણ કોઈ પાકી જાણકારી નથી કે સરકાર સંસદના આગામી સત્રમાં આ પ્રકારના બિલને રજૂ કરશે કે નહીં.
ગ્રેચ્યુઇટીની સીમા વધારીને 20 લાખ રૂપિયા થઈ
નોંધનીય છે કે, આ વર્ષે વચગાળાના બજેટમાં સરકારે ગ્રેચ્યુઇટી ચૂકવણીની સીમાાને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી હતી. હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડતાં મળનારી મહત્તમ 10 લાખ રૂપિયાની રકમને વધારીને મહત્તમ 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
શું હોય છે ગ્રેચ્યુઇટી?
જો ગ્રેચ્યુઇટીને સરળ ભાષામાં જાણીએ તો તે કર્મચારીઓને તેમની કંપની દ્વારા આપવામાં આવતો વધારાનો લાભ છે. હાલમાં તે કર્મચારીઓને ત્યારે મળે છે જ્યારે તે એક કંપનીમાં પાંચ વર્ષ સુધી કામ કરે છે. બીજી તરફ, જો સેવાકાળ દરમિયાન કોઈ કર્મચારીનું મોત થઈ જાય છે તો ગ્રેચ્યુઇટીની રકમ તેમના નોમિનીને આપવામાં આવે છે.
ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીની પગાર અને તેમની કંપની માટે સેવાની અવધિ પર નિર્ભર કરે છે. તેની ગણતરી ખૂબ સરળ છે. કર્મચારીની ગ્રેચ્યુઇટી તેના 15 દિવસોના પગારને જેટલા વર્ષ સુધી તેમણે તે કંપનીમાં કામ કર્યું છે તેને ગુણ્યા કરીને કાઢવામાં આવે છે. એક્ટ હેઠળ કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી ઉપાડવા માટે ફૉર્મ્યૂલા છે:
આ ફૉર્મ્યૂલા છે: 15 X છેલ્લો પગાર X કામ કરવાની અવધિ) ભાગ 26
અહીં છેલ્લા પગારનો અર્થ બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું અને વેચાણ પર મળનારું કમીશન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.