ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની છબી ખરડાઈ ગઈ ! એકેય યુનિવર્સિટીઓને 5 સ્ટાર નહીં

ગુજરાતની (GUJARAT) રાજ્યની યુનિવર્સિટીઓમાં (UNIVERSITY) કૌભાંડો (SCAMS) અને ગેરરીતિઓ (MALPRACTICES) અવ્વલ આવે છે. પણ યુજીસીના (UGC) રેન્કિંગમાં એક પણ યુનિવર્સિટીને ૫ સ્ટાર મળ્યાં નથી. જેનાં કારણે હાલ ચારેબાજુ ચર્ચાનો (DISCUSSION) વિષય બન્યો છે.

એટલું જ નહીં , રાજયની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી NAAC માટે અમાન્ય છે. ગુજરાત યુનિવર્સિટી હોય , વડોદરાની જગવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટી કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વાત કરીએ તો બધે ભરતી કૌભાંડ , પાસ કરવાનુઓ છડેચોક ચાલી રહ્યું છે.

આમ કૌભાંડમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી , દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ બાકાત રહી નથી. જેને લીધે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની છબી ખરડાઈ છે.

UGC દેશભરની યુનિવર્સિટીઓને NAAC એક્રિડિટેશન આપે છે. આ રેન્કિંગમાં પ્રથમ ૧૦માં તો ઠીક , ગ્રેડમાં પણ ગુજરાત યુનિવર્સિટીઓ કયાંય દેખાતી નથી. યુજીસીની વેબસાઈટમાં મુકવામાં આવેલી વિગતો મુજબ NAAC એક્રિડિટેશનમાં ગુજરાત યુનિવર્સિટી તો વેલીડ જ નથી. જયારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , કચ્છ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીને માન્ય ગણવામાં આવી છે.

બાકી કોઈ યુનિવર્સિટીનું તેમાં નામો-નિશાન પણ નથી. એટલું જ નહીં , યુજીસીનાં લિસ્ટમાં ગુજરાતની એકપણ યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર મળ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.