તા 31-10-2019
વાર: ગુરુ
વિક્રમ સંવતઃ 2076
મહાવીર જૈન સંવતઃ 2546
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ કારતક
પક્ષઃ સુદ
તિથિ: ચોથ
પારસી તા.: 16
મુસ્લિમ તા.: 02
નક્ષત્રઃ જયેષ્ઠા
યોગ: શોભન
કરણ: વણિજ
દિશાશૂલ: દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 13.30થી 15.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃક છે, તેથી જન્મેલા બાળકોના નામ ન.ય.અક્ષર પર રાખી શકાય.
આજનું ભવિષ્ય…
મેષ(અ.લ.ઈ): ગૂંચવાયેલા કાર્યોની સિદ્ધિમાં વિલંબ થાય. યાત્રા-પ્રવાસમાં કલેશ કંકાશથી દૂર
રહેવું. ઉછીની આપ લે કરવી-નહીં. અવરોધમય સ્થિતિમાંથી બહાર આવવાનું મુશ્કેલ બને.
વૃષભ(બ.વ.ઉ): કોઈની પારકી અંગત જવાબદારીમાં પડવું નહીં. વિદેશ પ્રવાસની અનુકૂળતા રહે. અજ્ઞાન સ્થળેથી દ્વવ્ય મળે. યાત્રા-પ્રવાસ દરમિયાન વિદ્ધવાન વ્યક્તિની મુલાકાત લાભદાયી નીવડે.
મિથુન(ક.છ.ઘ): નોકરીયાત અને ટેકનીકલ ક્ષેત્રના જાતકો માટેની સારો યોગ છે. પરિવારમાં સ્નેહની વૃદ્ધિ. નેત્રની બીમારીમાં રાહત રહે. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા હળવી થાય.
કર્ક(ડ.હ.): મુલતવી રાખેલા કાર્યોમાં સફળતા મળે. કુંવારી વ્યક્તિને મનગમતા જીવનસાથી મળે. આર્થિક પ્રગતિ જળવાય. હીરા, કપાસ અને યાર્નના વ્યવસાયમાં ફાયદો થાય. આવકના સાધનો વધે.
સિંહ(મ.ટ.): માંદગી વિશે ચિંતા થાય. યાત્રા-પ્રવાસ નિષ્ફળ રહે. મન કલેશ કંકાશ અને બીમારી અને નિરાશાથી ધેરાયેલું રહે.ચતુરાઇપૂર્વક આયોજનબદ્ધ કાર્યો કરવામાં દ્વિધા અનુભવશો.
કન્યા(પ.ઠ.ણ.): બુદ્ધિ, ચપળતા અને હિંમતથી ઘણાં કામોનો ઉકેલ મળે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. શરાફ અને વ્યાજવટાનાં ધંધામાં નફો મળે. તબિયત એકંદરે સારી રહેશે.
તુલા(ર.ત.): પવિત્ર અને તેજસ્વી વ્યક્તિનો સત્સંગ થાય. કિંમતી ચીજવસ્તુઓની ખરીદી થાય. કાર્યક્ષેત્રે ધાર્યુ પરિણામ મળવાથી મન પ્રસન્ન રહેશે. ચિંતાજનક પરિબળમાંથી માર્ગ મળે.
વૃશ્ચિક(ન.ય.): કાનૂની ગુંચવણ અને ચિંતાકારક કાર્યોમાં સફળતા મળે. પવિત્ર અને મંગળ કાર્યોનો મન પ્રસન્ન રહેશે. નોકરિયાતોને બઢતી. આશાઓ ફળીભૂત થતા મન પ્રસન્ન રહેશે.
ધન(ભ.ધ.ફ.ઢ.): ક્રોધ અને હતાશાથી માનસિક અંજપો. પરિવારમાં કલેશમય વાતાવરણ રહે. મિલકતના વિવાદનો ઉકેલ નહીં મળે. લાગણીશીલ સ્વભાવના કારણે બનાવટ, હાનિ સહન કરવી પડે.
મકર(જ.ખ.): મોટી સિદ્ધિ અને સમૃદ્ધિ મળે. કુંટુંબમાં સ્નેહ અને સંપ જળવાય. નવી ખરીદી અને વેપાર ધંધામાં શુભ દિવસ છે. મહેનતના પ્રમાણમાં ધારેલી સફળતા મેળવી શકશો.
કુંભ(ગ.શ.સ.): જૂના વિવાદોનો અંત આવે. કાર્યોમાં આનંદ અને ઉત્સાહ રહે. જૂની બીમારીમાં રાહત રહે. યાર્ન અને તૈલી પદાર્થોના વ્યવસાયમાં ફાયદો રહે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો.
મીન(દ.ચ.ઝ.થ.): ખરીદીમાં શ્રેષ્ઠ દિવસ. ધાર્મિક કાર્યોમાં અનુકૂળતા રહે. દાંપત્યજીવનમાં મધુરતા. શુભ સમાચાર મળે. ગુમાવેલી વસ્તુ પાછી મળે. શુભ માંગલિક પ્રસંગો ઉજવાય.
——
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.