જો આપ બહાર જતાં હોવ તો તમને રિક્ષા નહીં મળે , રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર

પેટ્રોલ (PETROL) અને ડીઝલમાં (DIESEL) કરાયેલા ભાવવધારા (INFLATION) બાદ સરકાર (GOVERNMENT) દ્વારા ઘટાડો (REDUCTION) કરવામાં આવ્યો છે. પરંતુ સીએનજી (CNG) ગેસના (GAS) ભાવમાં કોઇ પણ ઘટાડો નહીં , કરવામાં આવતા વડોદરા (VADODARA) શહેરમાં રીક્ષા ચાલકોએ (RICKSHAW DRIVERS) આજે વિરોધ નોંધાવી દેખાવો કર્યા હતા.

જો વહેલી તકે આ ભાવ વધારો ઘટાડવામાં નહીં આવે તો તારીખ ૨૧મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રિક્ષાચાલકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે , પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ જો તમે આ વધારો પાછો ખેંચવામાં આવે તો સીએનજી ગેસ માં કેમ નહીં ?

વહેલી તકે સીએનજી ગેસ માં કરાયેલા ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો તારીખ ૨૧ નવેમ્બર થી સમગ્ર રાજ્યમાં રિક્ષાચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. તેવી ચીમકી પણ રિક્ષા યુનિયનના અગ્રણી સહિત રિક્ષાચાલકોએ ઉચ્ચારી હતી.

ત્યારે વડોદરા શહેરના રિક્ષાચાલકો એ સીએનજી ગેસ પંપ ખાતે એકત્ર થઇ સીએનજી ગેસના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.