પૂર્વોચલ એકસપ્રેસ યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે હવે , ચીનની સીમાથી નજીક

વડાપ્રધાન (PRIME MINISTER) નરેન્દ્ર મોદી (NARENDRA MODI) આજે પૂર્વોચલ (EAST WARD) એક્સપ્રેસ વેનું (EXPRESS WAY) ઉદ્ઘાટન કરશે. લગભગ ૩૪૧ કિલોમીટર લાંબો એક્સપ્રેસવે પૂર્વ અને પશ્ચિમ યુપીને જોડશે. એકસપ્રેસ વે લખનૌના (LUCKNOW) ચાંદ સરાયથી શરુ થશે અને ગાઝીપુર (GHAZIPUR) પહોંચશે.

તેને બનાવવા માટે ૨૨ હજાર ૫૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ એક્સપ્રેસ વે લખનઉ , બારાબંકી , અમેઠી , અયોધ્યા સુલતાનપુર , આંબેડકર નગર , આઝમગઢ અને ગાજીપુર ના નવ જિલ્લાઓમાંથી પસાર થશે. આજે પૂર્વોચલ એક્સપ્રેસ વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સ ની તાકાત બતાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન બાદ ૩૦થી વધુ ફાઈટર એરક્રાફ્ટ ફલાયપાસ્ટ કરશે. આ અંતર્ગત ૩.૨ કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી પર C – 130 J હકયુલસનાં લેન્ડિંગ પછી , એરક્રાફ્ટ ટચ અેન્ડ ગો ઓપરેશનની તૈયારી શરૂ કરશે.

આ એર શો વિશ્વને સંદેશ આપશે કે ભારત હવે વ્યૂહાત્મક રીતે એક પગલું આગળ વધીને તેની તાકાત વધારી છે. એક્સપ્રેસ વે બે મોરચે યુદ્ધની સ્થિતિમાં બેવડી ભૂમિકા ભજવશે ઉત્તરીય અને પૂર્વીય સરહદની નજીક હોવાને કારણે બન્ને મોરચે દુશ્મનને ખતમ કરવા માટે ફાઈટર જેટ નો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.