વલસાડ (VALSAD) રેલ્વે સ્ટેશન (RAILWAY STATION) પર દિવાળીનાં (DIWALI) દિવસે વહેલી સવારે ગુજરાત કવીનનાં D-12 નંબરનાં કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની (YOUNG LADY) લાશ (CORPSE) મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલાં ફોનમાં (PHONE) આધારે તેની ઓળખ થઈ હોવાની ચર્ચા છે. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી (DIARY) હાથ લાગી હતી.
જેમાં સામે આવ્યું હતું કે આપધાતનાં બે દિવસ પૂર્વ વડોદરાનાં બે રિક્ષાચાલકોએ યુવકે તેનું અપહરણ કર્યુ હતું. ત્યારબાદ વેકિસન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા છે.
આ આપધાત કેસમાં પોલીસે એક શંકમદની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અને અમદાવાલ ક્રાઈમ બ્રાન્ચે વેકસિન ઇન્સ્ટિટયૂટ ગ્રાઉન્ડની મુલાકાત લઈને કેસની તપાસ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીડિતાની સાયકલ હજી ગાયબ છે.
જેથી પોલીસપોલીસે વેકિસન મેદાનની આસપાસ સાઈકલની દુકાન ધરાવતાં વેપારીઓ સહિતનાં લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસીસીની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યો હતાં. ચાણોદ સ્થિત ઓએસીસની ઓફિસમાં પોલીસ દ્નારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.