દિવાળીની (DIWALI) પૂર્વ સંધ્યાએ પેટ્રોલ (PETROL) અને ડીઝલમાં (DIESEL) પ્રતિ લિટરે ₹.10 તથા ₹.4નાં એકસાઈઝ ડ્યુટી (EXCISE DUTY) ધટાડાને કારણે આવકમાં (INCOME) થનારા નુકસાનનો ભાર સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર (CENTRAL GOVERNMENT) ઉઠાવશે.
નાણાં સચિવ ટીવી સોમનાથે જણાવ્યું હતું કે પેટ્રોલ પર ₹.10નો ડયુટી ધટાડો તથા ડીઝલ પર ₹.5નો ધટાડો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારને રહેશે. આ ડયૂટી ધટાડાને કારણે રાજયોનાં હિસ્સાની આવકમાં કોઈ ધટાડો નહિં થાય.
તેમણે જણાવ્યું હતું કે સરકારની આવકમાં એકસાઈઝ ડયુટી ધટાડાને થનારા નુકસાની કોઈ અસર રાજયોની આવક પર નહિં પડે. તેમણે નીચા ડિવોલ્યૂશનનાં ડરને નકાર્યો હતો.
હાલમાં સરકાર દ્નારા ઉધરાવવામાં આવતાં ટેક્સનો 41 ટકા હિસ્સો રાજયોને 14 હપ્તાઓમાં વિતરીત કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.