જૂનાગઢનાં (JUNAGADH) સકકરબાગ (SAKKARBAUG ZOO) પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉજવણીનો (CELEBRATION) માહોલ છે. કારણ કે , અહીં નવા મહેમાનનું આગમન થયું છે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણે (LIONESS) બાળ સિંહોને જન્મ (LIONS BORN) આપ્યો છે. પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતાં ઝૂ સ્ટાફનાં કર્મચારીઓ (EMPLOYEES) તેનુ ઉજવણી કરી રહ્યાં છે.
આ અંગે સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં RFOએ જણાવ્યું હતું કે , સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઈન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવાર વહેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અગાઉ ડી નાઈન સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો.
ડી નાઈન સિંહણ અને એ વન સિંહ બનં વર્ષો પહેલાં સકકરબાગમાં જન્મ્યા હતાં. ખાસ કરીને એક સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.