કંગના રનૌતે (KANGANA RANAUT) મંગળવારે નવો વિવાદ (CONTROVERSY) ઉભો કર્યો અને દાવો કર્યો કે , સુભાષચંદ્ર બોઝ (SUBHASH CHANDRA BOSE) અને ભગત સિંહને (BHAGAT SINGH) મહાત્મા ગાંધી (MAHATMA GANDHI) તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. તેમણે મહાત્મા ગાંધીની અહિંસાનાં ( NON VIOLENCE) મંત્રની મજાક ઉડાવી..
કંગના કહ્યું કે બીજો ગાલ આગળ ધરવાથી “ ભીખ ” મળે છે સ્વતંત્રતા નહીં. રનૌતે ગયાં અઠવાડિયે કહ્યું હતું કે , ભારતને 1947માં આઝાદી મળી ન હતી , પરંતુ ભીખ માંગી મળી હતી , અસલી આઝાદી 2014માં ત્યારે મળી જયારે નરેન્દ્રભાઈ મોદી સરકાર સત્તામાં આવ્યાં.
રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક પોસ્ટ કરીને મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું અને તમારા હીરોને સમજદારીથી પસંદ કરવાનું કહ્યું છે. અન્ય એક પોસ્ટમાં રનૌતે દાવો કર્યો છે કે , “ જે લોકો આઝાદી માટે લડયાં હતા તેઓને તેમના આકાઓને એવા લોકો દ્નારા સોંપવામાં આવ્યાં હતા, જેમની પાસે તેમના જુલમીઓ સામે લડવાની હિંમત ન હતી અથવા જેમનું લોહી ઉકળતું ન હતું. ”
પરંતુ ચાલાક અને સત્તા લોભી હતાં. આ પછી તેણે ગાંધી પર નિશાન સાધ્યું અને દાવો પણ કર્યો કે ,એવા પુરાવા છે કે તેઓ ભગત સિંહને ફાંસી અપાવવા માંગતાં હતાં.
રનૌતે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્નારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી , તેના બે દિવસ બાદ તેમણે સ્વતંત્રતા અંગે નિવેદન આપી ભારે હોબાળો મચાવી ચૂકી છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.