લીંબડી (LIMBDI) નેશનલ હાઇવે (NATIONAL HIGHWAY) પર પુરપાટ ઝડપે જતી કારે (CAR) પદયાત્રી મહિલાને (PEDESTRIAN WOMAN) અડફેટે લીધી હોવાની માહિતી સામે આવી છે. આ સાથે જ એમ પણ જાણવા મળી રહ્યું છે કે મહિલાનું (WOMAN) કમકમાટીભયુઁ મોત (DEATH) થયું છે.
લીંબડી નેશનલ હાઇવે જાખણ ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જતી કારે પદયાત્રી મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને યોગ્ય સારવાર મળે તે પહેલાં જ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
અમદાવાદ વાસણા વિસ્તારમાં થી ચોટીલા જવા નીકળેલા પદયાત્રી સંઘ માં જશીબેન ઠાકોર જોડાયા હતા. તેઓ વાસણા ખોડીયાર પાર્ક ના રહેવાસી છે. અને અમદાવાદ થી ચોટીલા પગપાળા યાત્રા જવા પદયાત્રા સંઘમાં જોડાયા હતાં. જયારે આ અકસ્માત થયો ત્યારે કાર ચાલક તરત જ ભાગી છૂટ્યો હતો. લીંબડી પોલીસે સમગ્ર બનાવની વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.