વિશ્ચાસ નહિ થાય કે ધરમાં રહેવા માટે ભાડું માંગે છે માતા

શું તમે ક્યારેય માતા-પિતા (MOTHER -FATHER) અને પોતાના બાળક (BABY) પાસે તો હપ્તા વસુલતા જોયા છે ? સાંભળવામાં ખુબ અજી લાગશે , પરંતુ ન્યુઝીલેન્ડમાં (NEW ZEALAND) એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતા (MOTHER) પોતાની જ દીકરી (DAUGHTER) પાસે દર મહિને હપ્તો (MONTHLY INSTALLMENT) વસૂલે છે.

રસપ્રદ વાત એ છે કે કેટ કલાર્ક નામની આ મહિલાએ પોતે સોશિયલ મીડિયા પર વાત શેર કરી છે. જેણે પણ મહિલાને આ કહેતાં સાંભળ્યું દંગ રહી ગયું. કેટ કલાર્ક ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની પુત્રી સાથે ગેમ રમતી જોવા મળી રહી છે.

આ રમતમાં પેનને કપમાં મુકવાની હોય છે. જો કોઈ આવું કરે તો સામેની વ્યક્તિએ તેની વાત માનવી પડે છે. કેટ તેની પુત્રી લતિશા સાથે આ ગેમ રમે છે. જયારે લતિશા તેની માતા સામે રમતમાં હારી જાય છે. ત્યારે મહિલાએ તેની પુત્રીની સામે એવી શરત મૂકી હતી જે સાંભળીને તમને તમારા કાન પર વિશ્વાસ નહીં થાય.

રમત જીત્યા પછી કેટ તેની પુત્રી લતિશાને કહે છે કે તેણે આગામી એક વર્ષ સુધી ધરમાં રહેવા માટે ભાડું ચૂકવવું પડશે. કેટનો આ વિડિયો જોયા પછી દુનિયાભરમાંથી તેનાં પર કોમેન્ટ આવવા લાગી. જો કે , કેટનું કહેવું છે કે તેને લોકોની નકારાત્મક ટિપ્પણીઓથી કોઈ વાંધો નથી. તમને જણાવી દઈએ કે કેટ દીકરીને દર મહિને 2600 રુપિયાનું ભાડું ચૂકવવાનું કહ્યું હતું.

પરંતુ કેટલું ભાડું લેવાની વાત યુઝર્સ સ્વીકારી ન હતી. લતિશાની માતાના વિડિયો પર લોકોએ અલગ અલગ રીતે પોતાનો અભિપ્રાય આપ્યો છે.જેમાંથી કેટલાંકનું કહેવું છે કે ધરમાં રહેવા માટે કોણ પોતાની દીકરી પાસેથી ભાડું વસૂલ કરે છે. તે જ સમયે , અન્ય એક યુઝરે કહ્યું કે , લતિશા અત્યારે પોતાનું બાળપણ આઝાદીથી જીવવું જોઈએ. આટલી નાની ઉંમરે ભાડું વસૂલવાની વાત યોગ્ય નથી. ઘણા લોકોએ કેટનાં આ નિર્ણયને શરમજનક ગણાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.