કેરળ (KERALA) હાઈકોર્ટનો (HIGH COURT) હાલમાં જ એવો એક ચુકાદો (JUDGMENT) “ જામ છલકાવનારાઓ ”ને રાહત આપનારો રહેશે. વાત જાણે એમ છે કે હાઇકોર્ટ તરફથી એક આદેશમાં કહેવાયું છે કે ખાનગી સ્થળો (PRIVATE PLACES) પર દારૂનું સેવન (ALCOHOL CONSUMPATION) કરવું ત્યાં સુધી અપરાધ નથી. ત્યાં સુધી તેનાથી જનતાને (PUBLIC) પરેશાની ન થાય.
કેરળ હાઇકોર્ટ તરફથી એક સરકારી કર્મચારી વિરુદ્ધ દાખલ થયેલા કેસને ફગાવતા આ ટીપ્પણી કરાઈ હતી. કોર્ટ પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું કે દારૂની સ્મેલ આવે તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ નશામાં હતો કે કોઈ પ્રકારનું દારૂના પ્રભાવ હેઠળ હતો.
હકીકતમાં કેરળ પોલીસે સરકારી કર્મચારી વિરુદ્ધ આ કેસ 2013માં દાખલ કર્યો હતો. પોલીસ તરફથી દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેમણે એક આરોપીની ઓળખ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો તો તે દારુના નશામાં હતો.
પોતાનાં આદેશ બાદ ન્યાયમૂર્તિ સોફી થોમસે 38 વર્ષનાં સલીમકુમાર વિરુદ્ધ નોંધાયેલાં કેસને રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ કહયું કે બીજા લોકોને પરેશાન કર્યા વગર પ્રાઈવેટ જગ્યા પર દારુ પીવો એ કોઈ પણ પ્રકારે ગુનાની શ્રેણીમાં નહીં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.