રીપીટરોએ પેપર દીઠ ફી ભરવાની રહેશે , દિવ્યાંગ વિધાર્થીને ફી માંથી મુક્તિ , જાણો ફી કેટલી

કોરોના કાળ (CORONA PERIOD) બાદ આ વર્ષે (YEARS) ફરીથી વિદ્યાર્થીઓની (STUDENTS) પરીક્ષા (EXAM) યોજવાની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે 2022 માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી જાહેર કરી દેવામાં આવી છે.અનેક શાળાઓમાં (SCHOOL) વિધાર્થીઓ પાસેથી બોર્ડની પરીક્ષાને (BOARD EXAM) લઈને ફી (FEES) જમા કરી લેવામાં આવી છે.

તો આ સમયે તમે પણ જાણો શું છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં નિયમિત વિધાર્થીઓ , રીપિટર વિધાર્થીઓ અને ખાનગી રીપિટર વિધાર્થીઓની કેટલી રહેશે ફી તે વિશે વિગતે. દિવ્યાંગ વિધાર્થીઓને ફી માંથી રાહત આપવામાં આવી છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનાં દર એક સરખા રાખવામાં આવ્યાં છે.

નિયમિત વિદ્યાર્થીઓ માટે 490 રૂપિયા ફી નક્કી કરાઇ છે. જેમાં કહેવાયું છે કે નિયમિત રીપીટર 3 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એટલે કે 490 રૂપિયા ફી નક્કી છે તે ભરવાની રહેશે.આ સિવાય ખાનગી રીપિટર વિધાર્થીને ત્રણ વિષય કરતાં વધુમાં નાપાસ હોય છે તો તેણે પણ 490 ફી ભરવાની રહેશે. દિવ્યાંગ વિધાર્થીઓને ફીમાંથી મુકિત આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.