છેલ્લાં કેટલાંક સમયથી જિલ્લા ગ્રામ્ય (DISTRICT RURAL) વિસ્તારોમાં બનતી ચોરીની (THEFT) ઘટનાઓ ની તપાસ બાદ સામે આવેલી માહિતીને (INFORMATION) ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ (AHMEDABAD DISTRICT MAGISTRATE) દ્નારા મોટો નિર્ણય લઈને ફરમાન જાહેર કરવામાં આવું છે.
મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે ચોરી અને લૂંટની ઘટનાઓમાં ઘરઘાટીની સમય બાદ આવી હોવાને લઈને સુરક્ષાના હેતુથી ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે મકાન માલિક કે ભાડુઆત ઓએ ઘરઘાટી રાખતા પહેલા તેની સાથે સંપૂર્ણ વિગતો ધરઘાટીના ફોટોગ્રાફ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલભાઈ બી. પંડયાએ આદેશ કર્યો છે. જેમાં નામ, સરનામું,માલિકનું નામ, ટેલિફોન નંબર, ધરધાટીનાં વતનનું સરનામું, ઉંમર જેવી નિશાનીઓ દર્શાવીની રહેશે.
તા. ૦૮-૧૦-૨૦૨૧ થી તા.૦૬-૧૨-૨૦૨૧ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.