રેકોર્ડ આજથી ઓનલાઇન ડિજિટલી સાઈન્ડ , QR કોડ સાથે મળશે

ગુજરાતનાં (GUJARAT) નાગરિકોને દેવ દિવાળીથી (GOD DIWALI) મહેસૂલી રેકોર્ડનાં નમૂના નં. ૬ , ૭-૧૨ , ૮- એ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે. ડીજીટલી સાઈન્ડ નકલ (DIGITALLY SIGNED COPY) , અથવા , કયુઆર પોર્ટલ પરથી મેળવી શકશે. નકલ પર કયુઆર કોડ (QR CODE) ઉપલબ્ધ હશે.

જેથી અધિકૃતતાની ખાતરી ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ – સંસ્થા કરી શકશે. તેમ રાજયનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુરુવારે જણાવ્યું હતું.

જમીન માટેનું મહત્વનું રેકોર્ડ ગામના નમૂના નંબર ૬ , ૭-૧૨ ,૮ – અની અધિકૃત નકલો હવે હાલ જે તે તાલુકાના ઈ-ધરા કેન્દ્નો , ઈ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે. તે હવે કોઈ પણ વ્યક્તિ ડિજિટલી સાઈન્ડ નકલ ઓનલાઈન મેળવી શકશે.

મહેસૂલી સેવાઓનાં દસ્તાવેજો નાગરિકો સરળતાથી અને પારદર્શીતા પૂર્વક મળી રહે એ માટે રાજય સરકારે પોર્ટલ સહિતની વ્યવસ્થા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.