અમદાવાદનાં (AHMEDABAD) જેતલપુર માર્કેટ (JETALPUR MARKET) એટલે એ માર્કેટ જયાં અમદાવાદ જિલ્લાનાં ખેડૂતો (FARMERS) પોતાનો માલ આપે છે. અહીં માલનો ભરાવો થાય છે. જયાં વેપારીઓ (MERCHANTS) ખેડૂતો બેસીને ભાવ તાલ કરે છે. અમદાવાદની આસપાસનાં ખેડૂતો અમદાવાદ જેતલપુરનાં અન્ન પુરવઠા (FOOD SUPPLY) માર્કેટમાં આવે છે. પરંતુ ગુરુવારની સવારે અમદાવાદ જેતલપુર માર્કેટમાં મોટા ભાગનો અનાજ જથ્થો બગડી (MOUNTDETERIROATED) ગયો છે.
આ અંગે વાત કરતાં વેપારી રમેશ ભાઈનું કહેવું છે કે સવારે ૭ વાગે વરસાદ આવ્યો એવાં સીધાં અમે અહીં ભાગ્યા સવારે ખેડૂતો ટ્રેકટરમાં ડાંગરનો પાક ભરીને આવ્યાં હતાં. એ માલ પલડી ગયો હતો. હવે તડકો આવે એની રાહ છે પણ આ માલની ખરીદી કોઈ નહિ કરે આ માલ ભાવ પણ ઓછો થઇ જશે જે સારો માલ હશે એ ઊંચા ભાવે વેચાશે.
કમોમસી વરસાદ કયાં સુધી..
હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતાં જણાવ્યું છે કે , ૧૮ , ૧૯ ,૨૦ તારીખે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં પવનથી ઝડપથી ૪૦ કિલોમીટર પ્રતિ ઝડપ પહોંચી શકે છે. જેને કારણે ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.