ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્યસરકારને કમોસમી વરસાદને લઈને વેદના પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ખેડૂત સમાજ દ્વારા અંદાજે એક હજાર કરોડનું નુકશાન થયું હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે.પાકોનું નુકશાન ખેડૂતો સહન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું વેદનાસભર પત્રમાં લખવામાં આવ્યું છે.
ખેડૂત સમાજ દ્વારા લખાયેલા વેદનાસભર પત્રમાં લખવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક ડાંગર, શાકભાજી અને કપાસને પારાવાર નુકસાન થયું છે. પાક લણણી પર હતો તેવા સમયે થયેલા નુકસાનને પગલે હવે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જેથી આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવીને બાદમાં યોગ્ય રાહત આપવામાં આવે તેવી માંગ પત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.