હાલમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતની (GUJARAT) જળસીમા (WATERSHED) પર નશીલા પદાર્થો (DRUGS) માટે દ્નાર બનતાં સતત ચર્ચામાં છે. ત્યારે આજે પાકિસ્તાન (PAKISTAN) થી ચીન (CHINA) જતાં જહાજને મુન્દ્રા પોર્ટ (MUNDRA PORT) પર રોકતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જી હા કચ્છમાં આવેલ મુન્દ્રા પોર્ટ પરથી પાકિસ્તાનથી ચીન જતાં જહાજમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.જેથી કસ્ટમ અને ડીઆરઆઈની ટીમ દ્નારા જહાજને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. અદાણી ગ્રુપ દ્નારા અંગે એક નિવેદન જાહેર કરીને માહિતી આપવામાં આવી હતી.
મુન્દ્રા અદાણી પોર્ટ પર કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્નારા જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું હતું. જહાજને કરાંચીથી શાંધાઈ મોકલાઈ રહ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર લાવ્યાં બાદ જહાજ પર લઇ જવાતા કન્ટેનરમાં રેડિયો એકટિવ પદાર્થ મળી આવ્યાં હતાં.
જો કે , જહાજ દ્નારા તેનો બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયો હતો. પરંતુ ચકાસણી બાદ તેમાંથી રેડિયો એકટિવ પદાર્થ મળી આવ્યાં હતાં.
તપાસ કરતાં જાણવા મળ્યું કે આ સામાન ભારતનાં કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પરંતુ પાકિસ્તાનનાં કરાંચીથી ચીનનાં શાંધાઈ જવાનાં રસ્તે હતું. અદાણી ગ્રુપ દ્નારા આ અંગે મીડિયા સ્ટેટમેન્ટ જાહેરકરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેને નિરિક્ષણ માટે મુન્દ્રા પોર્ટ પર ઉતાર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.