પાડોશી રાજ્યમાં મોડી રાત્રે ધરા ધ્રુજી , ભૂકંપનાં આંચકા અનુભવાયા

રાજસ્થાનનાં (RAJASTHAN) જાલોરમાં (JALORE) મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપનાં (EARTHQUAKE ) આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ (RICHTER SCALE) પર ભૂકંપની તીવ્રતા ૪.૬ જણાવવામાં આવી રહી છે. જો કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન – માલનાં નુકસાન (DAMAGE) અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જયારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાનાં ધરોમાં (HOME) સૂઈ રહ્યાં હતાં.

રાજસ્થાનમાં આવેલાં ભૂકંપની અસર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલાં અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી. ગુજરાતનાં સુપ્રસિદ્ધ અંબાજી પંથકમાં મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતાં. જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં રાત્રે ૨.૨૭ કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતાં.

રિકટર સ્કેલ પર ૨.૬ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પાલનપુરથી ૯૨ કિલોમિટર દુર ભીનામાલ પાસે હોવાનું મનાઈ રહ્યું છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોર ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપનાં કારણે કોઈ નુકસાન અહેવાલ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.