જો સરહદો પાર કરશો તો અંદર ધૂસીને ઠોકીશું .. સિંહે આપી દીધી પાડોશી દેશોને ચેતવણી

શહીદ સન્માન (MARTYR HONORS) સમારોહમાં પિથૌરાગઢ (PITHORAGARH) પહોંચેલા રક્ષા મંત્રી (MINISTER OF DEFENSE) રાજનાથસિંહ (RAJNATH SINGH) પાકિસ્તાન (PAKISTAN) અને ચીન (CHINA) ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં (INDIA) શાંતિને અસ્થિર કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. પરંતુ અમે તેને સંદેશ (MESSAGE) આપી દેવા માંગીએ છીએ કે અમે પણ વળતો પ્રહાર કરીશું.

તેમણે કહ્યું કે આ નવું અને શક્તિશાળી ભારત છે. કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું ઉત્તરાખંડમાં ચારધામ છે અને જો સૈન્ય ધામ બનશે તો તે પાંચમું ધામ બનશે. આમ ધામ શહીદોના ઘરની માટીથી હશે. સૈન્ય ધામમાં શહીદો અને તેમના ગામના નામ પણ લખવામાં આવશે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનાં વખાણ કર્યા.તેમને કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની જેમ ધામી પણ ગ્રેટ ફિનિશર છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત છે કે તેના પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધ રહે. પરંતુ કેટલાક એવા પણ દેશ છે. જેને નથી ખબર કે પાડોશી દેશો સાથે કેવા સંબંધ રાખવાના હોય છે. તે અંતર કી હુમલાઓ દ્વારા ભારત અને અસ્થિર કરવાનો સતત પ્રયાસો કરતા રહે છે. આ દરમિયાન તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો તે વધારે પડતી ગડબડ કરશે. તો અમે સરહદ પાર જઈને સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક કરી શકીએ છીએ.

તો સાથે સાથે તેમણે કહ્યું કે એક બીજો પાડોશી પણ છે. જેની સાથે પણ અમે પાડોશીઓ જેવા સંબંધ બાંધવા માંગીએ છીએ. કહ્યું કે સેનાના અધિકારીઓ સાથે અમારો લાઈવ કોન્ટેક્ટ છે. તેમની દરેક દરેક ગતિવિધિઓ પર તમારી નજર રહે છે. ઇતિહાસ સાક્ષી છે કે અમે ના તો કોઈ દેશ પર આક્રમણ કર્યું છે ન તો કોઈ ની જમીન પર કબજો કર્યો છે. દુનિયાનો કોઈ એવો દેશ નથી કે જે ભારતની એક ઈંચ જમીન પણ કબજો કરી શકે અને જો કોઈ કે આ પ્રકારની હરકત કરી તો તમે તેને જડબાતોડ જવાબ આપીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.