દિવાળી વેકેશન પૂરું , ભૂલકાઓમાં સ્કુલે જવા થનગનાટ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ નું દિવાળી (DIWALI) વેકેશન (VACTION) પૂરું થઈ રહ્યું છે. તો બીજી તરફ આજે ફરી એકવાર શાળાઓમાં (SCHOOL) ચહલ-પહલ જોવા મળશે. એ ૨૦ મહિના જેટલા લાંબા સમય (LONG TIMESCHOOL REOPENSCHOOL REOPEN) બાદ ધોરણ ૧ થી ૫ ના ઓફલાઈન વર્ગ (OFFLINE CLASS) આજથી શરૂ થઈ રહ્યા છે. જેને કારણે ભૂલકાઓ (KIDS) માં સ્કૂલ જવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

આવામાં કેટલાક વિદ્યાર્થીઓ એવા છે. જેઓ આજે પહેલીવાર સ્કૂલ ના પગથિયા ચડાશે. ધોરણ-૬થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગૌરવ ઓનલાઇન અને ઓફલાઇન વર્ગ બંને વિકલ્પ થી ચાલી જ રહ્યા હતા. જોકે ધોરણ ૧ થી ૫ માં ઓફલાઈન વર્ગમાં બાળકોની હાજરી ફરજીયાત રહેશે નહીં. ધોરણ 1 થી 5 ના બાળકો ને ઓફલાઈન અભ્યાસ કરાવવા માટે વાલીનું સંમતિપત્ર જણાયે લેવાનું રહેશે.

જે વાલી ઈચ્છે છે કે ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ પસંદ કરી બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવી શકશે. રાજ્ય સરકારે જાહેર કરેલી એસઓપીના પાલન સાથે ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. કેટલાક વાલીઓએ ૧ થી ૫ ના વર્ગો શરૂ કરવાનો સરકારના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.