સરદાર જયંતી નિમિત્તે મોદીએ અખંડ ભારતના ઘડવૈયા સરદારની સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પી

સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોચ્યા છે. મોદીએ સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લીધો હતો.

મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

હું સત્ય નિષ્ઠાથી સપથ લઉ છુ કે, હું રાષ્ટ્રીય એકતા, અખંડતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે પોતાને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાના તમામ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઇ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમની દૂરદર્શિતા અને કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયુ છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુરક્ષિત કરવા માટે મારૂ યોગદાન આપવાનો સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરૂ છું. ભારત માતા કી જય.

રાષ્ટ્રીય એકતા પરેડમાં એનએસજી કમાન્ડોએ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. અન સીઆઇએસએફ અને એનડીઆરએફના જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઇ હતી. જેને પીએમ મોદીએ નિહાળી હતી. મોદી પોલીસ અધિકારીઓને અને લોકોને સંબોધન કરશે. ત્યારબાદ પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે અને વિવધ પ્રકલ્પોની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી કેવડિયામાં રોકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.