ડુમસ (DUMAS) ભાટિયા ફાર્મ (BHATIA FARM) સ્થિત આવેલા બંગલામાં ચાલતા નશામુક્તિ કેન્દ્રમાં (DE -ADDICTION CENTER) ધમાલ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. નશો છોડાવવા આવેલા બેન્ક મેનેજરની (BANK MANAGER) કેન્દ્રના ચાર કર્મચારીઓ (FOUR EMPLOYEES) મુક્કા મારી આંખ ફોડી (EYE BLINK) નાખી હોવાના ગંભીર આક્ષેપો સાથે મેનેજરની બહેને ડુમસ પોલીસ સ્ટેશનમાં (DUMAS POLICE STATION) ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીના પાંડવ નગરના વતની અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલી એક ખાનગી બેંકના મેનેજર તરીકે પોતાની ફરજ બજાવતાં ૩૬ વર્ષીય શંભૂચરણ સિંહને ગત ૨૦ ફેબુઆરીએૃ સુરતના ડુમસ થી ભાટીયા ગામમાં આવેલા એક બંગલામાં ચાલતાં ખાનગી વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો હતો.
જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિને ૨૦૧૬થી નશાની લત લાગી હતી. પરંતુ 2021 સુધીમાં તેની હાલત ગંભીર બનતા દિલ્હીમાં રહેતી અને નર્સરી ચલાવતી નાની બેન કંચન કુમારી અંકલેશ્વર દોડી આવી હતી. અને સુરતના ડુમસમાં આવેલા વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.
આ ઘટનામાં ક્યારે બહેને ભાઈને પૂછતાં તેણે જણાવ્યું હતું કે સંસ્થામાં ચાર શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો અને મુકો મારીને મારી આંખો ફોડી નાખી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે , શહેરના શખ્સે તેને પકડી રાખી શકાય નામના શખ્સે તેને મુક્કા માર્યા હતા. તેને કારણે આંખની કીકી ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
કંચન કુમારી એ પોલીસમાં જણાવ્યું હતું કે પાંચ મહિનાથી તે મુક્ત થઈને દિલ્હી આવ્યો હોવા છતાં આ શખ્સો દ્વારા તેની બીજી આંખ પણ તોડી નાખવા માટે ધમકી આપી હોવાની વાત પછી બહાર આવી હતી. રવિવારે પોલીસે આ મામલે સંસ્થા સાથે સંકળાયેલા ચાર વિરોદ્ન આઈપીસીની કલમ ૩૨૫ , ૫૦૬ , અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.