ફરી એકવાર દાહોદ જિલ્લામાં (DAHOD DISTRICT) સોશ્યલ મીડિયામાં (SOCIAL MEDIA) આપત્તિજનક વિડીયો (CATASTROPHIC VIDEO) તેમજ ફોટા મુકવાનો સિલસિલો યથાવત્ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ફતેપુરા વિધાનસભાના (FATEHPURA LEGISLATIVE ASSEMBLY) વોટ્સએપ ગ્રુપમાં એક શખ્સ દ્વારા આપત્તિજનક વીડિયો અને ફોટા મૂકવામાં આવ્યા છે.
આ ગ્રુપમાં ફતેપુર ના ધારાસભ્ય સહિત અનેક ભાજપના હોદ્દેદારો પણ છે. એટલું જ નહીં , ફતેપુરા વિધાનસભાના ગ્રુપમાં મહિલાઓ સહિત અનેક અગ્રણી નેતાઓ પણ છે. વોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ મુકતા જ તમામ સભ્યો તાત્કાલિક ધોરણે લેફ્ટ થવા માંડ્યા હતા. તમને જણાવી દઈએ કે ફતેપુરા વિધાનસભા ગ્રુપમાં મહિલા હોદ્દેદાર સહિત અનેક ભાજપના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો છે. તેમાં દરરોજ વિકાસના કામોની પોસ્ટ મૂકવામાં આવતી હતી.
પરંતુ ગતરોજ ગ્રુપ મેમ્બરનાં એક સભ્ય દ્નારા રાત્રિના સમયે અશ્લીલ ફોટા ની પોસ્ટ મુકતા મહિલા સભ્યોએ સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી હતી. થોડીવારમાં બધા લોકો એક એક કરી ને ગ્રુપમાંથી નીકળવા માંડ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે , કેટલાક સભ્યોએ પોસ્ટ કરનાર સભ્યોનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ સભ્ય દ્વારા પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કર્યો હોવાની પણ પોસ્ટ મૂકવામાં આવી હતી. આમ વિધાનસભા ગ્રુપમાં અશ્લિલ ફોટો પોસ્ટ મુકાતા વાયુવેગે પ્રસરતા ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.