ભાજપના કદાવર નેતા (BJP LEADER) અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ (EX.CM MADHYA PRADESH) ઉમા ભારતીનું (UMA BHARTI) કહેવું છે કે , ત્રણ કૃષિ કાયદા (THREE AGRICULTURAL LAWS) પાછા ખેંચવાની પીએમ મોદીની (PM MODI) જાહેરાત ઘણા લોકોને દુઃખી કરી ગઈ છે. તેમણે કહ્યું હતું કે જુઓ આ કાયદાઓનું મહત્વ ખેડૂતો (FARMAR) નથી સમજી શક્યા તો તેના માટે આપણે બધા કાર્યકરો (ACTIVISTS) પણ જવાબદાર છીએ.
ઉમા ભારતીનું કહેવું છે કે ચાર દિવસથી હું ગંગા કિનારે છું. પીએમ મોદીએ નવા કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી તેનાથી હું પણ અચંબામાં પડી ગઈ હતી. પીએમ મોદીએ તે વખતે જ કહ્યું તેનાથી ઘણા લોકો દુખી છે. પીએમ મોદીએ કોઈપણ સમસ્યા અને મૂળથી સમજી શકે છે અને જે સમસ્યાનાં મૂળને સમજી શકે છે તે તેનું સમાધાન પણ કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે વિપક્ષના દૂર પ્રચારનો આપણે નથી કરી શક્યા. તેને કારણે મને બહુ દુઃખ થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રણ કાળા કાયદા પાછા ખેંચી પોતાની માનવતા દર્શાવી છે. આપણા દેશનાં તે અનોખા નેતા છે. તે યુગો યુગો સુધી જીવંત રહે તેવી મારી પ્રાર્થના છે.
વધુમાં જણાવતા કહ્યું કે આજ સુધી કોઈ પણ સરકારી પ્રયાસથી ખેડૂતોને સંતોષ થયો નથી. હું પોતે કિસાન પરિવારમાંથી છું અને મારા બે ભાઈઓ પણ ખેતી કરે છે. મારા ભાઈ કહે છે કે ખેડૂત ક્યારેય ધનિક બની શકતાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.