ભારતમાં (INDIA) સોનું (GOLD) ખરીદવું એ પરંપરા છે. જરૂરીયાત સમય (TIME) અને સંકટ સમયે આર સોનું કામ આવે છે. અનેક લોકો સોના પર લોન (GOLD LOAN) લઈને રૂપિયા મેળવતા હોય છે. પરંતુ વડોદરામાં (VADODARA) ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો (RED LIGHT CASE) સામે આવ્યો છે.
હરણી-વારસિયા રિંગરોડની આઇઆઇએફએલ કંપની સાથે બેંકના મહિલા સહિત ૨ બ્રાંચ મેનેજર અને કર્મચારીઓએ ૧.૨૯ કરોડની છેતરપિંડી કરતાં વારસિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અનેક ગ્રાહકોએ સોનાના દાગીના ગીરવે મુકયા હતા. પરંતુ આઇઆઇએફએલ કંપનીના બ્રાંચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરુષ વાણીએ દાગીના બેંકમાં જમા કરાવ્યા ન હતા.
એટલું જ નહીં , કર્મચારી હોય એ મળીને એક ગ્રાહક ના પેકેટ માંથી સોનું ચોર્યું હતું. આવું જ તેમણે અનેક ગ્રાહકો ના દાગીના સાથે કર્યું હતું. કિરણે ગ્રાહકના ૨૩ પેકેટ સગેવગે કર્યા હતા. કિરણને બેંકના અન્ય કર્મચારીઓએ પણ સાથ આપ્યો હતો. વારસિયા પોલીસ માં કંપનીના જનરલ મેનેજર નિખિલ સિંધે કંપનીના બ્રાન્ચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરુષ વાણી , આસિસ્ટન્ટ મેનેજર વિકિતા રવિ ચૌહાણ અને પ્રિયલ મનસુખ ગોહિલ , કર્મચારી દિલીપ , ડભોઇ બ્રાન્ચ મેનેજર વિશાલ પરેશ ઓડ ,સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ભેજાબાજો દ્વારા ગ્રાહક સાથે ૧.૨૯ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગ્રાહકના દાગીના પર જ મેનેજરે બોગસ ગ્રાહકો ઉભા કરી અન્ય સ્થળે લોન લીધી હતી.પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.