ગ્રેડ પે આંદોલન , અડધી રાતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીનો વિડીયો ઉતારનાર સામે એફ.આઈ.આર

સમગ્ર રાજ્યમાં પોલીસ ગ્રેડ પે (POLICE GRADE PAY) આંદોલનએ સરકારને પણ વિચારવા મજબૂર કરી નાખી હતી. સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) પણ પોલીસના (POLICE) આ આંદોલનને ભારે જોર પકડયું હતું. જેના કારણે સરકાર (GOVERNMENT) દ્વારા એ કમિટીનું પણ નિર્માણ કરાયું હતું. જેમાં પોલીસ કર્મી ના પડતર પ્રશ્ને માંગણીઓને લઇને કાર્યવાહી ચાલી રહી છે.

સોશિયલ મીડિયામાં જ્યારે આ પોલીસ ગ્રેડ પે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદના અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ એકાઉન્ટમાં પોલીસ ગ્રેડ પે મામલે લખાણ મૂકયાં હતાં. જેના કારણે અમુક પોલીસકર્મીઓ અને પોલીસ હેડક્વાર્ટર ખાતેના કે. કંપની ખાતે બદલી કરવામાં આવી હતી.

જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મી નીલમબેનની પણ બદલી કરવામાં આવી હતી. ત્યારે ગઇરાત્રે નીલમબેન પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર હતા. જ્યારે હસમુખ સકસેના નામના વ્યક્તિ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે માધુપુરા પોલીસ એ હસમુખ સકસેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગતો ની વાત કરવામાં આવે તો હસમુખ નામના વ્યક્તિએ રાત્રે ૧ વાગ્યા બાદ મહિલા પોલીસ કર્મી નીલમબેન હાજર હતા. ત્યારે તેમની સાથેનો એક વિડીયો બનાવ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓને આંદોલન માટે ઉશ્કેરણી કરતા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડે ઉશ્કેરણી કરતાં શબ્દો પણ વાપર્યા હોવાનું વીડિયોમાં જણાવતા ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.