ગોધરામાં મોડી રાત્રે હિન્દુ પરિવારનાં ધરે ખ્રિસ્તી સમુદાયનાં ધરે લોકો પહોંચતા હોબાળો , લાગ્યો આ આક્ષેપ

વડોદરા (VADODARA) અને ભરૂચ (BHARUCH) બાદ હવે પંચમહાલના (PANCHMAHAL) ગોધરામાં ગેરકાયદે ધર્માંતરણ (ILLEGAL CONVERSION) આક્ષેપ લાગતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં વધુ એક પરિવારનો ગેરકાયદેસર ધર્માંતરણનો થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પંચમહાલના ગોધરામાં (GODHARA) આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં મોડીરાત્રે એક હિન્દુ પરિવારના ઘરે આ ઘટના બની હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જો કે પરિવારે એવો દાવો કર્યો છે કે મિત્રો જન્મદિવસની ઉજવણી માટે ધરે આવ્યાં હતાં. ખ્રિસ્તી સમુદાયના મિત્રો આવ્યા હોવાનો દાવો છે કે આ ઘટનાની જાણ થતા સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ઉમટ્યા હતા.

ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે આવી સ્થિતિ અને સ્થળે પાડી હતી. આ મામલાની તપાસ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે નડિયાદ ગોધરા આવેલા ૧૬ જેટલા લોકોના નિવેદન લેવાની શરૂઆત કરી છે.

આ ઘટનામાં પોલીસને પરિવારે જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી માટે તેમના ખ્રિસ્તી સમુદાયના મિત્રો બોલાવવામાં આવ્યા હતા. તેથી તેઓ નડીયાદ થી ગોધરા આવ્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ કરી હતી.

ધર્માતરણ અંગે તપાસ કરવા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. બીજી બાજુ ગોધરાએ ડિવિઝનન પોલીસે નડિયાદથી ગોધરા આવેલાં સહિત કુલ ૧૬ જેટલી વ્યક્તિઓનાં નિવેદન લેવાની કાર્યવાહી શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.