વધારે પડતું લીંબું પાણી પીવું બની શકે છે , ખતરનાક થઈ શકે છે આ નુકસાન

લીંબુનું પાણી (LEMON WATER) પીવું સ્વાસ્થ્ય (HEALTH) માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. એક્સપર્ટના (EXPERT) જણાવ્યા મુજબ લીંબુનું પાણી પીવાથી ડિહાઈડ્રેશન (DEHYDRATION) અને પાચન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને વજન (WEIGHT) પણ ઘટે છે.

પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ફાયદાની જગ્યાએ નુકસાન ને આમંત્રણ આપી શકે છે.

દાંતને થઈ શકે છે નુકસાન..

તમે અમેરિકન ડેન્ટલ એસોસિએશનના જણાવ્યા મુજબ , લીંબું ખૂબ જ એસિડિક હોય છે. જેને વારંવાર દાંતના સંપર્ક માં આવવાને કારણે ટૂથ ઈનેમલ ને નુકસાન કરે છે.જો તમે લીંબું પાણી પીધા વગર નથી રહી શકતા તો તમારે સ્ટ્રો વડે લીંબું પાણી પીવાનો પ્રયાસ કરવો. તેનાથી દાંત એસિડનાં સીધા સંપર્કમાં આવતાં નથી.

લીંબુ

પેટ થઈ શકે છે ખરાબ..

આમ તો લીંબું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ પાણીમાં વધુ પડતું નીચોવાથી પેટમાં ગેસ્ટ્રોએસોફેજલ રિફલકસ ડિસીઝ અને એસિડ રિફલકસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બંને સમસ્યાઓ લીંબું જેવા એસિડિક ફૂડથી શરુ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.