ગુજરાત સરકાર (GUJARAT GOVERNMNENT) દ્વારા કોરોના (CORONA) સંક્રમણ ની સ્થિતિ કાબુમાં આવ્યા બાદ ગત સોમવારથી ધોરણ ૧ થી ૫ ના ઓફલાઈન વર્ગ (OFFLINE CLASS) શરૂ કરી દેવામાં આવ્યા છે. એવામાં વાલીઓ માટે વિદ્યાર્થીઓને (STUDENT) શાળામાં (SCHOOL) મોકલવા અંગે હજુ પણ અસમજસની સ્થિતિ છે.
ત્યાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા રીક્ષા અને વાહનના ભાડામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા વધારાનાં પગલે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન માટેની રીક્ષા અને વાનના ભાડામાં વધારો કર્યો છે.
અમદાવાદમાં ૭૫૦૦ વાન , ૧ હજાર ઈકો ગાડી અને ૬૫૦૦ રિક્ષા સ્કૂલ વર્ધી ઓ સાથે સંકળાયેલી છે. ત્યારે ગુજરાતભરમાં કુલ ૮૦૦૦૦ વાહાનો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે. સ્કૂલ રિક્ષામાં મિનિમમ ભાડું ૫૫૦ ની જગ્યાએ ૬૫૦ કરવામાં આવ્યું .
દર કિલોમીટર ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે .જણાવી દઈએ કે , કોરોનાનાં કારણે છેલ્લા દોઢેક વર્ષથી સ્કૂલો બંધ હતી. જોકે હવે સ્કૂલ શરૂ થવાની સાથે જ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન સેવાઓ શરૂ કરશે આથી કોરોના કાળમાં બંધ રહેલા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થયેલ ખર્ચ હવે વસૂલી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.