ગુજરાતમાં (GUJARAT) ગેરકાયદેસર રીતે પ્રાણીઓની હેરફેર (ANIMAL TRAFFICKING) કરી તેમને વેચવામાં આવતા હોય છે. પરંતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી તેમના પીંછાનો (FEATHERS) ઉપયોગ કરવા માટેનું સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ (SCAM EXPOSED) થયો છે.
નોળિયાને મારી નાખી ને તેમાંથી પેઇન્ટ બ્રશ બનાવવાનું કૌભાંડ પકડાયું છે. વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોનાં વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે , કેટલાક શખ્સો ગુજરાતના અમદાવાદમાં નોળિયાની પૂછડીમાંથી બ્રશ વેચે છે.
ત્યારે આ માહિતીના આધારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદના સરસપુર વિસ્તારમાં બી.આર.બ્રશ ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનમાં નાળિયાના પીંછામાંથી બનેલા પેઈન્ટ બ્રશ વેચાય છે તેવી માહિતી મળી હતી. જેતી વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો અને રાજ્યના વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
બી આર બ્રશ ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક શાહ પાસે ડમી ગ્રાહક બનીને ટીમે છાપો માર્યો હતો. જેમાં તેમણે નોળિયાના બ્રશમાં ગયા હતા. આ પરપ્રતીક શાહે વિવિધ કિંમતના પેઈન્ટ બતાવ્યા હતા.
કુલ ૭૬૦૫ પેઈન્ટ બ્રશ મળી આવ્યાં હતાં. આટલાં બ્રશ બનાવવા માટે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ નોળિયાની હત્યા કરવી પડે.એનો મતલબ કે, નોળિયાનો શિકાર કરાયો હતો. આમ બી.આર.બ્રશ ઈન્ડસ્ટ્રીઝનાં પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.