વિનોદ તાવડેને આગળ કરી , ગડકરીનું કદ થયું મજબૂત , ફડણવીસ વેતરાઈ ગયાં

ભારતીય જનતા પાર્ટીના (BJP) કેન્દ્રીય નેતૃત્વ ના તાજેતરના નિર્ણય લઈને સંકેત મળે છે કે , દેવેન્દ્ર ફડણવીસ (DEVENDRA FADNAVIS) મહારાષ્ટ્રમાં (MAHARASHTRA) પોતાની જ નબળા અને એકલા પડી ગયા છે. જેમને એક સમયે મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા (NEW FACES) તરીકે ઓળખવામાં આવતાં હતાં.

જે ટેક-સેવી હતા અને આગામી પેઢીના હિન્દુત્વવાદી નેતા હતા અને જેમનામાં રાષ્ટ્રીય સ્તરની રાજનીતિની ક્ષમતા હતી. ગત દિવસોમાં પાર્ટીએ વિનોદ તાવડે અને મહાસચિવ પદ પર પ્રમોટ કર્યા છે. પહેલા તેઓ રાષ્ટ્રીય સચિવના પદ પર હતા. સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચંદ્રશેખર બાવનકુલેનું નામાંકન થયું હતું.

આ બંને નેતા ફડણવીસના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. પાર્ટીના આ નિર્ણયને એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર નેતૃત્વ મહારાષ્ટ્રમાં પોતાના પોસ્ટર બોયનું કદ કાપી રહ્યું છે. સાથે જ ૨૦૨૪ ની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસના પાર્ટીના ચહેરા બન્યા રહેવાની આશાનો પણ શ્ચાસ છોડી ગઈ છે.

modi-amit-shah

ધ્યાનમાં રાખવા લાયક બાબત તો એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ તાવડેને સાઈડલાઈન કરી રાખ્યા હતા.તાવડે પહેલાં શિક્ષણમંત્રી હતા. બાદમાં તેમનો કેબિનેટ પોર્ટફોલિયો બદલીની નાનો કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ૨૦૧૯નાં વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ પણ ન આપવામાં આવી.

ભાજપના એક ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં તાવડે અને બાવનકુલેને ટિકીટ ન આપવી એક ભયંકર ભૂલ કરી હતી. તેમણે કહ્યું હતું કે , તાવડે અને બાવનકુલેની વાપસી એક રીતે ફડણવીસનું કદ ઓછું કરવા સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.