ગુજરાત યુનિવર્સિટીમાં (GUJARAT UNIVERCITY) જીવના જોખમે (RISK LIFE) પરીક્ષા (EXAM) આપવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. જેમાં રોલવાલા કોમ્પ્યુટર (ROLL COMPUTER CENTER) સેન્ટરમાં વર્ગ જર્જરિત છે.
તેથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. જેમાં ત્રણ વર્ષ અગાઉ રીનોવેશન કરાવ્યું હોવા છતાં ફરી જર્જરિત હાલતમાં વર્ગખંડ થઈ ગયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાંથી તથા દેશના વિવિધ શહેરોમાંથી પણ અભ્યાસ માટે આવે છે. તેઓનો પરીક્ષા જર્જરિત વર્ગમાં બેસીને આપવા વિદ્યાર્થીઓ મજબૂર થતા ચર્ચાનો વિષય બન્યો છે.
જેમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરમાં તૂટેલી છત નીચે બેસીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષ પહેલાં જ રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરનું રીનોવેશન કરાયું હતું. વિધાર્થીઓ ભયના ઓથાર હેઠળ પરિક્ષા આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.