ગરીબડી ગાય જેવા ગુજરાતનાં ખેડૂતો , અન્ય રાજયો કરતાં ખેડૂતોની આવક ઓછી

ગુજરાતમાં (GUJARAT) સમૃદ્ધ ખેડૂત (RICH FARMER) અને ખેતી ના ભલે ગમે તેટલા સરકાર (GOVERNMENT) દાવા થતા હોય. પરંતુ આંકડા સાબિત કરે છે કે ગુજરાતનો ખેડૂત ગરીબની ગાય જેવા છે. આંકડા સાબિત કરે છે કે , ૯ રાજયનો ખેડૂત ગુજરાતના ખેડૂતો કરતાં આવકના (INCOME) મામલે વધુ સુખી છે.

દેશમાં ખેડૂતોની માસિક આવકમાં ગુજરાતનાં ખેડૂતો ૧૦માં ક્રમે છે. જયારે મેધાલય સમગ્ર ભારતમાં મોખરે છે. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક ૧૨ હજાર ૬૩૧ રુપિયા છે. જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત ૪ હજાર ૬૧૧ રુપિયાનો ખર્ચ થાય છે.

બીજા ક્રમે પંજાબમાં ખેડૂતોની માસિક આવક ૨૬ હજાર ૭૦૧ રુપિયા છે. જેની સામે ખર્ચ ૧૪ હજાર ૩૯૫ રુપિયા છે. ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં ૧૦માં નંબરે છે. દેશમાં સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે.

https://www.youtube.com/watch?v=FpcoNnXf0uk

મહારાષ્ટ્રમાં ૩ વર્ષ ૭ હજાર ૪૮૬ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જયારે ગુજરાતમાં ૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ભારતમાં ૩ વર્ષ કુલ ૧૭ હજાર ૨૯૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.