વાયરલ વિડિયો / દીદીએ કર્યુ રાષ્ટ્રગાનનું અપમાન ,અચાનક અડધેથી છોડી દીધું , કેસ થયો દાખલ

મમતા (MAMTA) વિરુદ્ધ એફઆઇઆર (FIR) નોંધવામાં આવશે. મમતા બેનરજીએ બેસીને રાષ્ટ્રગાન ગાયું (NATIONAL ANTHEM) અને પૂરુ કર્યા વગર બે-ચાર લાઈનનો ગઈ ને રોકી પણ લીધા.દેશની સાથે જ રવિન્દ્રનાથ ટાગોરનું (RABINDRANATH TAGORE) પણ અપમાન કર્યું એવો આરોપ ભાજપ (BJP) દ્નારા લગાવામાં આવ્યો છે. મુંબઈ (MUBAI) પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે.

હકીકતમાં મમતા પર આરોપ છે કે તેણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યું. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે મમતા ની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે.

ભાજપનાં નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયું અને પૂરુ કર્યા વગર ૨-૪ લાઈનોને ગાઈને રોકી પણ દીધાં. મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતાં. આ દરમિયાન ભાજપ ની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વિટ કર્યું , મમતા બેનર્જી પહેલાં બેસેલાં રહ્યાં ,પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધું.

આ વીડિયોને હવે ભાજપના નેતા પણ ટ્વીટ કરી રહ્યા છે..

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મમતાનો એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રગાન શરુ કરવા થોડીક સેકન્ડ બાદ ખુરશીમાંથી ઉઠ્યા છે. એટલું જ નહીં દ્રાવિડ ઉત્કલ બંગ બાદ તે જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારત બોલીને રાષ્ટ્રગાન ગાવાનું બંધ કરી દીધુ. મમતા બેનર્જીના આ વીડિયોને હવે ભાજપના નેતા પણ ટ્વીટ કરી રહ્યા છે અને તેમના પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લગાવવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.