અરે ગજબ ચોર , લખનઉમાં ચોરીની એક ધટના બનતાં આખું તંત્ર થયું દોડતું

લખનઉમાં (LUCKNOW) ચોરીની એક અનોખી ઘટના બની છે. જેને લઇને આખું તંત્ર દોડતું કરી દીધું છે. લખનઉમાં ટ્રાફિક જામમાં (TRAFFIC JAM) ઊભેલી ટ્રકમાંથી ચોરો (THIEVES) ભારતીય વાયુસેનાના (INDIAN AIR FORCE) ફાઈટર જેટ મીરાજ – ૨૦૦૦નું (FIGHTER JET MIRAGE) ટાયર ચોરી ગયાં છે.

મળતી માહિતી પ્રમાણે લખનઉના એરફોર્સ સ્ટેશન ખાતેથી મિરાજ – ૨૦૦નાં પાંચ ટાયર જોધપુર એરબેઝ મોકલવામાં આવી રહ્યા હતા. ૨૭ નવેમ્બરની રાતે જે ટ્રકમાં ટાયર લઈ જવાઈ રહ્યાં હતાં.

તે ટ્રક ટ્રાફિક જામમાં ફસાઈ હતી. આ દરમિયાન કાળા રંગની સ્કોપિઁયોમાંથી ઉતરેલાં બે લોકો ટ્રકની પાછળની રસ્સી કાપીને અંદરથી એક ટાયર ચોરી ગયાં હતાં. ટ્રકના ડ્રાઈવરે પોલીસને કહ્યું હતું કે ટ્રાફિકજામના કારણે હું ચોરોને પકડી શક્યો ન હતો.

આ ઘટનાએ હડકંપ મચાવી દીધો હતો. પોલીસની સાથે એરફોર્સ સ્ટેશનની એક ટીમ પણ સીસીટીવી ચેક કરી રહી છે. એરફોર્સ ની એક ટીમ ડ્રાઇવરની પણ પૂછપરછ કરી છે. મિરાજના ટાયર બીજા કોઈ વાહનમાં વાપરી શકાય તેવા હોતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.