ટૂંક જ સમયમાં દિલીપ જોશીનાં ધરે વાગવા જઈ રહી છે શરણાઈઓ..
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TARAK MEHTA KA ULTA CHASHMA) એક ટીવી શો છે. જે છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન (ENTERTAINMENT) કરી રહ્યું છે. આ શો તેની સ્ટારકાસ્ટ અને દુનિયાભરમાં પ્રખ્યાત કરી છે. જેટલા લોકો ‘ જેઠાલાલ ’ (JETHALAL) ને પ્રેમ કરે છે તેટલા જ શોના અન્ય કલાકારોને ‘ પોપટ લાલ ’ , ‘ ચંપકચાચાને ’મળી જાય છે.
જો તમે પણ આ શો જોતા હોવ અને શોની સાથે કલાકારોનાં વાસ્તવિક જીવન વિશે અપડેટ રહેવા માંગતાં હોવ , તો સમાચાર તમારા માટે છે. દિલીપ જોશી એટલે કે “ જેઠાલાલ ”ના ઘરે શરણે વાગવા જઈ રહી છે. આ મહિને તેઓ તેમની પુત્રી નિયતિ જોશીના હાથ પીળા કરવા જઈ રહ્યા છે.
એક અહેવાલ મુજબ દિલીપ જોશી આ ૧૧મી ડિસેમ્બરે તેમની પુત્રીના લગ્ન કરીને સાસરે મોકલવા જઈ રહ્યા છે. જેઠાલાલના ભાવિ જમાઈ એક એન.આર.આઈ છે. એક રિપોર્ટ અનુસાર દિલીપ જોશી ની દીકરી નિયતિના લગ્ન બોલિવૂડના કોઈ મોટા લગ્નથી ઓછા નહીં હોય. લગ્નની તમામ તૈયારીઓ મુંબઈની તાજ હોટલમાં થઇ રહી છે. લગન માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આખી ટીમ સાથે ઘણા બોલિવૂડ સેલિબ્રિટી અને ટીવી સ્ટાર્સ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જેઠાલાલ અને દયાબેન ને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ તે આ લગ્નમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલ છે. તેમને દિલીપ જોષીની આમંત્રણ સ્વીકાર્યું પરંતુ તેમણે વિનમ્રતાપૂર્વક લગ્નમાં હાજરી આપવા ઇનકાર કર્યો. જોકે તેમણે દીકરી નિયતિને ઘણો પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. એવું માનવામાં આવે છે કે લગ્ન પહેલા તે તેમના ઘરે જશે અને તેને મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.