કેવડિયા ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક..
કેવડિયા (KEVADIYA) ખાતે ભારતીય જનતા પાર્ટીની (BHARATIYA JANATA PARTY) ઓબીસી (OBC) મોરચાના રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ રહી છે. ત્યારે રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે. લક્ષ્મણ (DR.K.LAKSHMAN) અને રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ અરૂણસિંહ (ARUN SINGH) પહોંચ્યા હતા.
કેવડિયાની ધી ફનઁ હોટલમાં ૧૫૦ જેટલાં વિવિધ રાજયોના ઓબીસી મોરચાના અધ્યક્ષ , મહામંત્રીઓ લોકસભાનાં સભ્યો સહિતનાં લોકો હાજર રહ્યાં હતાં. અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ દ્વારા કારોબારી નું ઉદઘાટન કરી બંધ બારણે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ખાસ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ઓબીસી બેઠકમાં પાંચ ડિસેમ્બરે સવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ રાજ્યોની ચૂંટણીમાં ઓબીસી સમાજ ખૂબ જ સારું કામ કરશે. તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પરિવારની રાજનીતિ કરે છે.
રાજ્યમાં ત્રણ દિવસ માટે કેવડિયામાં ભાજપની ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળવાની છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સહિતના હોદ્દેદારો હાજરી આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.