ગુજરાતમાં હજુ પ્રધાનમંત્રી કિસાન સહાય ખેડૂતોને નથી મળી

દેશભરમાં લગભગ ૧૫.૦૭ લાખ ટ્રાન્ઝેક્શન ફેલ થયાં છે.

ડિજિટલ ઈન્ડિયા ખાલી કહેવા ખાતર , કારણમાં જણાવ્યું કે ટેકનિકલ કારણોસર ખાતમાં જમા ન થયા…

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PRIME MINISTER KISAN SANMAN NIDHI) અંતર્ગત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા (TWO THOUSAND RUPESS) ચૂકવાય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ૩૦ મી નવેમ્બર સુધીમાં ૧,૦૨,૦૦૩ ખેડૂતોને (FARMERS) બે હજારની સહાયથી વંચિત રહ્યાં છે.

ટેકનિકલ ખામી , ઇન્ટરનેટના ધાંધિયા , અમાન્ય આઈએફએસસી , નિષ્ક્રિય બેન્ક એકાઉન્ટ સહિતના વિવિધ કારણોસર ખેડૂતોને સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.તેમ કેન્દ્રનાં કૃષિ મંત્રાલયનાં લેટેસ્ટ રિપોર્ટમાં કહેવાયું છે. ફરીથી ટ્રાન્જેક્શન બાદ છેલ્લી સ્થિતિ એ ગુજરાતના ખેડૂતોના ૨૦ કરોડ જેટલાં નાણાં સલવાયા છે.

સરકારી રિપોર્ટ પ્રમાણે છેલ્લા પોણા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૨.૩૬ લાખ ખેડૂતોના ટ્રાન્જેક્શન ફેલ થયા હતા. હવે છેલ્લી સ્થિતિ પ્રમાણે એક લાખ જેટલા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહાય માટે રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૧,૩૮૫ ટ્રાન્જેક્શન ફેલ થયા હતા એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં કોઈને કોઈ કારણોસર બે હજારની રકમ જમા થઇ શકી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.