ડો.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથી , દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ..

આજે ભારતનાં બંધારણનાં ધડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૬૬મી પુણ્યતિથી..

દિલ્હીમાં પીએમ સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ..

આજે ભારતના બંધારણના (CONSTITUTION OF INDIA) ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની (DR.BHIMRAO AMBEDKAR) ૬૬મી પુણ્યતિથિ (PUNYATITHI) છે.આજે ૬૬મો મહાપરિનિવાઁણ (MAHAPARINIVADHAN) દિવસ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબ , દલિત , પછાત વર્ગના ઉત્થાન અને જાતિવાદ દૂર કરવામાં સમર્પિત કર્યું છે.

રાજધાની દિલ્હીમાં આ અવસર પર , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય રામનાથ કોવિંદ સહિત ધણાં વરિષ્ઠ નેતાઓએ સંસદ ભવનમાં ડો.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.

ગૃહમંત્રી અમિતશાહે ટ્વિટ કરીને કહ્યું કે , ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર એ ભારતને એવું પરિવર્તનશીલ અને સર્વસમાવેશક બંધારણ આપ્યું , જેણે દેશનાં દરેક નાગરિકને પોતાનું જીવન આપવાની સાથે સમગ્ર દેશને એકતાનાં દોરમાં જોડી દીધો.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે , બંધારણ સમાનતાનો સંદેશ છે.બંધારણનો સંદેશ ન્યાયનો છે. ખેડૂતો,મજૂરો,યુવાનો,કામદારો,મહિલાઓ અને વંચિત વર્ગોના બંધારણીય અધિકારો પર થતાં હુમલાઓ સામે આપણે એક થઈને સંઘર્ષ નો અવાજ બુલંદ કરીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.