શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એ ફક્ત ધર્મ ગ્રથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીંદગીમાં બનતી દરેક ઘટનામાં કેવા પ્રકરણ નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર શ્રીમદ્દભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં છે. વિશ્વની અનેક નામી -અનામી સંસ્થાઓમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ભણાવવામાં આવે છે અને તેને અનેક કેસ સ્ટડી સાથે જોડીને ઉમદા નિર્ણયો લેવાયા છે.
શિક્ષણ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગે પ્રાચીન ભારતીય જ્ઞાન અને પરંપરાને ધ્યાને રાખી 100 મદરેસામાં નવો પાઠ્યક્રમ શરૂ કર્યો છે તેમાં વેદ, યોગ, વિજ્ઞાન, સંસ્કૃત ભાષા, રામાયણ અને ગીતા સહિતના કોર્સ સામેલ કર્યા છે. દેશની અલગ અલગ યુનિવર્સિટીમાં પણ ગીતાના બોધનો કોર્સ તરીકે સમાવેશ કરવામાં આવેલો છે.હવે,અમદાવાદ સ્થિત અને વિશ્વભરમાં ખ્યાતનામ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ( IIM ) અમદાવાદે ભગવદ્ ગીતા પર ઓનલાઈન મેનેજમેન્ટ સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે. જેમાં સ્ટુડન્ટને ભગવદ્દ ગીતાના મેનેજમેન્ટ રૂલ ભણાવવામાં આવશે. શ્રી કૃષ્ણએ શ્રીમદ્દ ભગવદ્દમાં અનેક મેનેજમેન્ટ પાઠ શીખ્યા છે અને લાઈફ તેમજ બિઝનેસ મેનેજમેન્ટ માટે આ ધાર્મિક પુસ્તકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.આઇઆઇએમના એક પ્રોફેસરનું કહેવું છે કે ગીતામાં એવા પણ શ્લોક છે કે જેનું પઠન કરવામાં આવે તો ઉત્તમ મેનેજમેન્ટ ગુરૂ બની શકાય છે.
ભગવાન શ્રી કૃષ્ણએ મેનેજમેન્ટના પાઠ પણ ભણાવ્યા છે. આ પાઠ જો પ્રત્યેક યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થામાં ભણાવવામાં આવે તો ભાવિ પેઢીને સારી રીતે તૈયાર કરી શકાય તેમ છે. વિશ્વના કેટલાક દેશો ભગવાન કૃષ્ણને મેનેજમેન્ટ ગુરૂ તરીકે પણ જુએ છે તો આપણે પણ ગીતાનો ઉપયોગ કરીને ભાવિ પેઢીની શિક્ષિત કરી શકીએ છીએ.
આ કોર્સમાં 5 વર્ષથી વધુ એક્સપિરિયન્સ ધરાવતા વર્કિંગ પ્રોફેશનલ્સ અને ભવિષ્યના બિઝનેસ લીડર એડમિશન લઈ શકશે. જેમાં 2 અઠવાડિયાના આ કોર્સ બાદ, સર્ટિફિકેટ આપવામાં આવશે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં ડિસિઝન મેકિંગ, લીડરશીપ, નેગોશિયેશન સહિત અનેક ટેક્નિક સામેલ છે. જેમાં સ્ટુડન્ટને વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક ઉદાહરણોથી જોડીને ભણાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.