સુરતમાં મનપા લારી-ગલ્લા ઉઠાવવા જતા આ માથાભારે ઈસમે ચોથા માળ પર ચડી આપઘાતની ધમકી આપી!

સુરત (Surat) મનપામાં એસઆરપીની (SRP) ટીમના આવ્યા પછી કર્મચારીઓ પર હુમલાના બનાવો ઓછા થયા છે. પરંતુ સોમવારે નવસારી બજાર અને અમરોલીમાં દબાણો હટાવવા ગયેલી પાલિકા ની ટીમ પર માથાભારે દબાણકર્તાઓએ હુમલો કરતા મામલો ગરમાયો હતો. ગોપીતળાવ પાસે તો દબાણકર્તાઓએ દાદાગીરી કરી મનપાની ટીમે જપ્ત કરેલી લારીઓ મનપાના સ્ટાફ સાથે મારામારી કરી છોડાવી ગયા હતા તેમજ લારીઓ જપ્ત કરશો તો શરીરે પેટ્રોલ છાંટીને સળગી જઈશ એવી ધમકી આપી હતી, ઉપરાંત એક દબાણકર્તા ચોથા માળના ધાબા ઉપર ચઢી ગયો હતો અને કૂદી જવાની ધમકી આપતા મેલો ડ્રામા સર્જાયો હતો જેથી પોલીસ બોલાવી મામલો કાબુમાં લેવો પડ્યો હતો.

સુરત મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને ગોપીતળાવને પુન:જીવિત કર્યું છે પરંતુ આસપાસના ન્યુસન્સને કારણે આ ઐતિહાસિક ધરોહરની મુલાકાતે શહેરનો ક્રીમ વર્ગ ઉદાસીન છે. ત્યારે સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ સોમવારે ગોપીતળાવના ગેટ નજીક લારી-ગલ્લાના દબાણો હટાવવા પહોંચી ગયો હતો, ત્યારે કાર્યવાહી દરમિયાન રશીદ નામના દબાણકર્તાએ દાદાગીરી કરી હતી અને દબાણખાતાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં રશીદે ટેમ્પો ઉપર ચઢાવેલી લારીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. તેમજ ટોળુ ભેગુ કરી મનપાના સ્ટાફને ઘેરી લીધો હતો. જેથી દરમિયાન મનપાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી

રશીદ નામના એક શખ્સે બોટલમાં પેટ્રોલ લઈને સળગી જવાની ધમકી આપી હતી.

રશીદ એક બોટલમાં પેટ્રોલ લઇને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી ધમકી આપી હતી કે, તમે અહીંથી લારીઓ લઈ જશો તો હું સળગીને મરી જઇશ દરમિયાન પોલીસ આવી જતા રશીદ ગોપી તળાવના ગેટની બાજુમાં આવેલ ધાબા ઉપર ચઢી કૂદી જવાની ધમકી આપી હતી. જો કે પોલીસે મામલો થાળે પાડયો હતો તેમજ રશીદ સામે કાર્યવાહી માટે તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.