અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે..
અમેરિકામાં ગુજરાતીઓ સુરક્ષિત નથી.
એક ગુજરાતી (GUJARATI) પટેલની (PATEL) લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા (SHOT DEAD) કરવામાં આવી છે. અમેરિકાના (AMERICA) કોલંબસ (COLUMBUS) સિટી ખાતે નડિયાદના (NADIAD) અમિત પટેલ (AMIT PATEL) અને લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી છે. અમિત પટેલ કોલંબસ બેંકમાં રૂપિયા ડીપોઝીટ કરવા માટે ગયા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ તેને નિશાન બનાવીને લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ તેમના ઘરે કરતા પરિવાર ઘેરા શોકની લાગણીમાં સરી પડયો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ નડિયાદના વતની ૪૫ વર્ષીય અમિત પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયા છે. હાલ પટેલ પરિવાર માતમ છવાયો છે. અમેરિકાના કોલંબસ સિટી ખાતે નડિયાદના અમિત પટેલની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.
અમેરિકાના કોલંબસની બેંકમાં અમિત પટેલની હત્યા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે અમિત પટેલ બેંકમાં રુપિયા ડિપોઝીટ કરવા માટે ગયા હતા. તેઓનું દુર્ભાગ્યવશ ૩ વર્ષની પુત્રીનાં જન્મદિવસે જ પિતાનું મોત થયું છે. ૩ વર્ષની પુત્રી પોતાનાં જન્મ દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.