CDS બિપિન રાવત અલવિદા/ બે દિકરીએ માથેથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી, દિકરીઓ ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

તમિલનાડૂના કુન્નૂરમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં દેશે એક બહાદુર સપૂતને ખોઈ દીધા છે. આખો દેશ તેમના મોતની ખબર સાંભળી શોકગ્રસ્ત છે. લોકો ભીની આંખે આ જાબાંજ સિપાહીને અલવિદા કહી રહ્યા છે. તો વળી બિપિન રાવત અને તેમની પત્નીના મોતથી બાળકોના માથેથી તેમના માતા-પિતાની છત્રછાયા ગુમાવાનો વારો આવ્યો છે.

દિકરીઓ માથેથી માતા-પિતાનો હાથ ખોવાયો

આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતની બે દિકરીઓના માથા પરથી માતા-પિતાની છત્રછાયા ગુમાવાનો વારો આવ્યો છે. બિપિન રાવત અને મધુલિકા રાવતની બે દિકરીઓ છે. મોટી દિકરી કીર્તિકા રાવત , જેના લગ્ન થઈ ચુક્યા છે. તે મુંબઈમાં રહે છે અને નાની દિકરી તારિણી રાવત દિલ્હીમાં રહીને હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. આ દિકરીઓએ દુર્ઘટનામાં એમને પોતાના માતા-પિતાને ખોઈ દીધા છે. પરિવાર હજૂ પણ આ દુર્ઘટના પર વિશ્વાસ કરી શકતો નથી. બંને દિકરીઓ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

બિપિન રાવતનો પરિવાર ભારતીય સેના સાથે ઘણી પેઢીઓથી જોડાયેલો છે. તેમના પિતા લક્ષ્મણ સિંહ લેફ્ટનન્ટ જનરલ તરીકે નિવૃત્ત થયા હતા. જ્યારે તેમની માતા ઉત્તરકાશીના પૂર્વ ધારાસભ્ય કિશનસિંહ પરમારની પુત્રી હતા. બિપિન રાવતે પોતાનો અભ્યાસ દેહરાદૂનથી કર્યો હતો, ત્યારબાદ તેઓ એનડીએ અને પછી આઈએમએ દેહરાદૂન પહોંચ્યા હતા. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી મિલિટરી મીડિયા સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં પીએચડી કર્યું છે. તેઓ 1978માં સેનામાં જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.