તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નુરમાં વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓને લઈ જતું ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 11 અન્ય લોકોના મોત થયા. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ બચી ગયો છે. ખરાબ રીતે ઘાયલ ગ્રુપ કેપ્ટન વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે આ સમયે સરકારનું સમગ્ર ધ્યાન ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર પર છે. એકવાર વરુણ સ્વસ્થ થઈ જશે, તે અકસ્માત કેવી રીતે થયો તે સમજાવવાની સ્થિતિમાં હશે. આ વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં તેમણે એલસીએ તેજસ એરક્રાફ્ટને ઈમરજન્સીની સ્થિતિમાં બચાવી હતી. આ માટે તેમને આ સન્માન પણ આપવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વરુણ સિંહ માટે પ્રાર્થના કરી છે. રાજનાથ સિંહે કહ્યું, “આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું, જે હાલમાં વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.” ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.