લોન ચૂકવવાના પૈસા ન હોય તો હવે ચિંતા નહીં, લૉન કરેલી કાર સરળતાથી વેચી શકાશે.

લોન ચૂકવવાના પૈસા ન હોય તો હવે ચિંતા નહીં, ફાઇનાન્સ કરેલી કાર સરળતાથી વેચાઈ જશે, પ્રોસેસ જાણી લો
એક દિવસ પહેલા

આજકાલ લોકો પોતાની ડ્રીમ કાર લેવા માટે લોન લે છે અને ધીમે-ધીમે હપ્તા ભરીને તે ગાડી પોતાના નામે કરી લે છે પણ આ સાથે ભારતમાં દર 3-5 વર્ષે કાર બદલવાનો ટ્રેન્ડ વધ્યો છે. આવી સ્થિતિમાં, જો તમારે ગમે ત્યારે કાર વેચવાનો વારો આવે અને તેની પર લોન બાકી હોય તો આવા કિસ્સામાં, તમારે કાર વેચતા પહેલાં તેની પરની બાકી રહેલી લોન ક્લિયર કરવી પડશે. જો તમે પણ તે કાર વેચવાનું વિચારી રહ્યા હો જેની પર લોન બાકી હોય તો જાણી લો કે કાર વેચવાની પ્રોસેસ કેવી રીતે શરૂ કરવી…

કેટલી લોન બાકી એ જાણો

તમારી ગાડીની લોન પરની બાકી રકમ શોધવા માટે બેંકર/ફાઇનાન્સ એજન્સીમાં તપાસ કરો. આ પછી તમારે લોન પ્રિ-ક્લોઝર ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. તે પછી તમારે બાકીનું પેમેન્ટ કરવાનું રહેશે.

બાકી ચૂકવણી કર્યાં પછી NOC માટે અરજી કરો
તમામ પૈસા ચૂકવ્યા પછી બેંકમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે અરજી કરો. બેંક તમારી વિગતોની ચકાસણી કર્યા પછી 1-2 દિવસમાં NOC અને ફોર્મ-35ની બે કોપી બહાર પાડશે. તે પછી જ તમે કાર વેચી શકશો.

કંપની દ્વારા વેચવી હોય તો શું કરવું પડે?
જો તમે Cars24 જેવી કંપની દ્વારા અથવા CarTrade જેવાં કાર સેલિંગ અને પર્ચેસિંગ પ્લેટફોર્મ દ્વારા કારનું વેચાણ કરશો તો પણ તમારે પ્રિ-ક્લોઝર ફોર્મ ભરવું પડશે અને તેને બેંકમાં સબમિટ કરવું પડશે. તે પછી તમારે બાકીનું પેમેન્ટ કરવાનું રહેશે.

કંપની લોન ચૂકવે છે
જો તમારી પાસે લોન ચૂકવવા માટે પૈસા નથી તો આ કંપનીઓ લોન ચૂકવે છે. આ કંપનીઓ તમારા લોન ખાતામાં બાકીની રકમ ટ્રાન્સફર કરે છે. આ પછી તમારે NOC માટે અરજી કરવી પડશે. જ્યારે તમે કંપનીને NOC અને કારના ડોક્યૂમેન્ટ્સ આપશો ત્યારે કંપની તમારા ખાતાંમાં ડીલની બાકીની રકમ ટ્રાન્સફર કરી દે છે.

હાયપોથિકેશન કાઢવા માટે RTOમાં અરજી કરો
NOC સાથે PAN કાર્ડ, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, ફોર્મ 28, 29, 30, 35, વેચાણનું સોગંદનામું, ક્લિયરન્સ પ્રમાણપત્ર, RC, PUC, વીમો, ઈન્શ્યોરન્સ ટ્રાન્સફરની અરજીને RTOમાં જમા કરાવીને RC પરથી હાયપોથિકેશન (HP) કઢાવવા માટે અરજી કરો. HP દૂર કરવામાં ન આવે તો લોન આપનાર બેંકનું નામ RC પર દેખાશે અને કાર વેચવામાં મુશ્કેલી પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.