તમારો આધાર કાર્ડનો ફોટો તમને પસંદ ન હોય તો જાણો કઈ રીતે બદલશો

ફોટો અપડેટ માટે આધાર સેન્ટર પર જઈને ફોર્મ સબમિટ કરવું પડશે

નવો ફોટો કેપ્ચર થયાના 90 દિવસની અંદર માં આધાર કાર્ડમાં અપડેટ થઈ જશે

મોટાભાગના લોકોની ફરિયાદ રહે છે કે તેમનો ફોટો આધાર કાર્ડમાં મનગમતો નથી. તમે આ અણગમતો ફોટો બદલી શકો છો. 12 અંકનું આ કાર્ડ UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ લોન્ચ કર્યું છે. આધાર કાર્ડમાં તમે એડ્રેસથી લઈને તમારા ફોટો સુધીની તમામ માહિતી અપડેટ કરી શકો છો.

જો તમારો બાયોમેટ્રિક અથવા ફોટો યોગ્ય રીતે પ્રિન્ટ ન થયો હોય તો તમે તેને બદલી શકો છો. નામ, સરનામું, બર્થ ડેટ, ઉંમર, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ ID સહિતની વિગતો તમે ઓનલાઈન અપડેટ કરાવી શકો છો.

આધાર સેન્ટર પર જઈ ફોટો અપડેટ કરી શકાશે

બાયોમેટ્રિક અપડેટ માટે આધાર સેન્ટરની મુલાકાત લેવી અનિવાર્ય છે. સેન્ટર પર આઈ સ્કેન, ફિંગર પ્રિન્ટ અને ફોટો બદલાવી શકો છો. તેના માટે તમારે UIDAIની વેબસાઈટ પરથી ફોર્મ ભરવું પડે છે. ફોર્મ ભરી તમે આધાર સેન્ટર પર સબમિટ કરાવવું પડશે.

વેરિફિકેશન જરૂરી
UIDAIની તમામ અપડેટ વેરિફાય કરવી જરૂરી છે. ફોટો અપડેટ કરવા માટે 100 રૂપિયા + GST ચાર્જ આપવો પડશે. અપડેટ રિક્વેસ્ટની તમને રિસિપ્ટ પણ મળશે. અપડેટ પ્રોસેસ બાદ તમે વેબસાઈટ થ્રુ તેનું સ્ટેટસ જાણી શકો છો.

કોઈ ડોક્યુમેન્ટની આવશ્યકતા નહિ

આધાર પર માત્ર ફોટો બદલવા માટે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ નહિ કરાવવું પડે. ફોટો કેપ્ચર થયાના 90 દિવસની અંદર તમારો નવો ફોટો આધારમાં અપડેટ થઈ જાય છે. સેલ્ફ સર્વિસ ઓન લાઈન મોડનાં માધ્યમથી પણ અપડેટ ચેક કરી શકાય છે.

e-KYC પણ ઓફલાઈન અપડેટ થાય છે

આ સાથે e-KYC પણ ઓફલાઈન અપડેટ કરી શકાય છે. UIDAIએ પેપરલેસ ઓફલાઈન e-KYC લોન્ચ કર્યું છે. તેના માટે તમારે https://resident.uidai.gov.in/offlineaadhaar વેબસાઈટ વિઝિટ કરવી પડશે. આધાર નંબર અપડેટ કરી સેન્ડ કરી OTP પર ક્લિક કરી અને 4 અંકનો OTP સબમિટ કરવાનો રહેશે. આ પાસવર્ડ સબમિટ કર્યા બાદ તમે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.