દેશભરમાં જેની સૌથી વધુ ચર્ચા હતી તેના પર જલ્દી જ નિર્ણય લેવાશે. જાણો શુ છે?

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય શું હશે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ નિર્ણય લેવાના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે એક નિયમનકારી માળખું બનાવવામાં આવી રહેલું છે.

ભારત સરકારના અધિકારીઓ અને ક્રિપ્ટોકરન્સી નિષ્ણાતો વચ્ચેની વાતચીતમાં ઘણા વિકલ્પો સામે આવ્યા છે, જેમાંથી એક તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો છે. આ સાથે, કેટલાક લોકોનો એવો અભિપ્રાય પણ છે કે ક્રિપ્ટો કરન્સી પર આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ ઘણાં નિષ્ણાંતોનું માનવું છે કે,ક્રિપ્ટો પ્રોડક્ટની દરેક શ્રેણીને નિયમો હેઠળ મંજૂરી હોવી જોઈએ. એક અભિપ્રાય એવો પણ બહાર આવ્યો છે કે કેટલીક ક્રિપ્ટોકરન્સીને નિયમોની મર્યાદામાં વેપાર કરવાની મંજૂરી આપી શકાય છે.

ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

ક્રિપ્ટો કરન્સી અંગે દેશના વિવિધ નિયમનકારો અને નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે. ઉલ્લેખનીય છે કે , ગયા ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભારતની બેન્કિંગ રેગ્યુલેટર રિઝર્વ બેન્કે ક્રિપ્ટોકરન્સી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ડ્રાફ્ટ બિલમાં સંભવિત ફેરફારો થઈ શકે છે.

એવી આશા છે કે શુક્રવારે પણ આ મુદ્દે બેઠક યોજાઈ શકે છે. તે પછી ક્રિપ્ટોકરન્સી પર નિયમનકારી માળખા માટે નિર્ણય લઈ શકાય છે.

ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. ભારત સરકારના નાણા મંત્રાલયે પ્રસ્તાવિત બિલ માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારની અંદરના ઘણા પક્ષોનું માનવું છે કે આ મુદ્દા પર વિગતવાર ચર્ચાની જરૂર છે.

ક્રિપ્ટો કરન્સીના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા

ભારતમાં વર્ચ્યુઅલ કરન્સીના નિયમન માટે તમામ પક્ષકારોને સામેલ કરવા અને ગંભીરતાથી ચર્ચા કરવી જરૂરી છે. આ અંગે વાતચીત થઈ રહી છે, જેમાં ક્રિપ્ટોકરન્સીના વિવિધ વિકલ્પો અને તેને અપનાવવાના ફાયદા અને ગેરફાયદા વિશે પણ ચર્ચા થઈ રહી છે. હવે સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે અંતિમ નિર્ણય લેવાના મૂડ માં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.