મેષ: આજે તમારા માટે સંજોગો વિપરીત બની રહ્યા છે, વેપારમાં તમારા અસભ્ય વર્તનને કારણે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, તમારી આળસને કારણે આજે કામ પ્રત્યે વધુ ધ્યાન ન આપી શકો અને નવા સંબંધો બનાવવા પર તમારું ધ્યાન રહેશે.
મિથુન: આજનો દિવસ કાર્યક્ષેત્ર સંતુષ્ટી અપાવનારો રહેશે, વ્યવસાયમાં વૃદ્વિ અને નાણાનો પ્રવાહ એકસાથે આવે અને સ્વાસ્થ્ય સારું રહેશે..
કર્ક: આજે તમે તમારા કામને બહુ ગંભીરતાથી નહીં લો, મિત્રો સાથે મનોરંજનનો સમય પસાર કરવાની તક મળશે, કામ ધંધાને લઇને પરેશાની નહીં થાય, કામ ધંધામાં નફો પ્રાપ્ત થાય તેમજ સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ: આજનો દિવસ તમે કોઇ મોટું કામ કે રોકાણ કરવાનું ટાળો, ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને ધીરજથી કામ લો, સ્વાસ્થ્ય નબળું રહેશે.
કન્યા: આજનો દિવસ તમારા મન મુજબ રહેશે, કાર્યક્ષેત્રમાં મનોરંજન માટે સમય કાઢવાની ઇચ્છા થાય,બજેટ કરતા વધુ ખર્ચ થાય નહિ તેનું ધ્યાન રાખવું, પરિવારમાં સૂમેળ રહે.
તુલા: આજે તમારામાં આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ રહેશે, મનની અંદર ધર્મ વિશે જાણવાની ઇચ્છા જાગેઅને માનસિક ઉચાટ રહે.
વૃશ્વિક: આજે દિવસની શરૂઆતથી જ સ્વાસ્થ્યમાં સુધારો આવશે, અટકેલા કાર્યો પરિપૂર્ણ કરવા આજે તમે પ્રયાસ કરશો અને વિવાદ ટાળવો.
ધન: નોકરિયાત વર્ગ માટે આજે કાર્યનો બોજ રહેશે, ઘર-પરિવાર તેમજ સંતાન સંબંધિત કોઇ મહત્ત્વ નિણર્ય આવી શકે તેમજ આકસ્મિક લાભ થાય.
મકર: આજનો દિવસ વિપરીત ફળદાયી રહેશે, જીદ અને વિવાદમાં આજે ઉતારવું નહીં તેમજ પેટ સંબંધિત સમસ્યાની રહેશે.
કુંભ: આજનો દિવસ તમારા પ્રમાણે રહેશે, ધારેલા કાર્ય પાર પાડી શકશો, કાર્યક્ષેત્ર ઉપર પણ ગંભીરતાથી કાર્ય કરશો અને પરિવારમાંથી વડીલ તરફથી રાહત મળશે.
મીન: આજે કાર્ય કરતા પણ મનમાં અલગ પ્રકારનો ભય કે અજંપો રહે તેમજ સરકારી કામમાં ધન ખર્ચ કરવો પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.